Saturday 29 September 2018

યોગ મારફતે શરીરના જુદા જુદા હિસ્સાને વધારે ફિટ રાખી શકાય છે. જેમાં હાર્ટનો સમાવેશ થાય છે. યોગ અને કસરતને લોકો તેમની લાઇફના એક હિસ્સા તરીકે બનાવે તે જરૂરી છે. યોગના કારણે તમામ માનસિક અને શારરિક તકલીફોને દુર કરી શકાય છે. આધુનિક સમયમાં નાની વયમાં પણ લોકોમાં હાર્ટ સંબંધિત તકલીફ થઇ રહી છે ત્યારે યોગ આમાં પણ રાહત આપી શકે છે. યોગથી શારરિક, માનસિક, અને મનૌવૈજ્ઞાનિક રાહત મળી શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાની મન સ્થતીમાં થનાર ઉતારચઢાવને રોકવામાં પણ તે સહાયક છે. મહિલાના શારરિક રીતે સ્વસ્થ અને ભાવનાત્મક રીતે મજબુત રહેવાની બાબત બાળકના વિકાસ પર સીધી અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી ફાયદો થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પ્રસવ પૂર્વ યગ ઉપયોગી બને છે. આ યોગ કરવાથી સગર્ભા મહિલાઓની મનની સ્થતી શાંત રહે છે. પ્રસવ પૂર્વ યોગ નિષ્ણાંતો અને તબીબો વારંવાર આ બાબત પર ભાર મુકી રહ્યા છે કે કેટલીક હળવી કસરત અને યોગ આદર્શ સાબિત થઇ શકે છે. યોગ ગર્ભાવસ્થાની સમસ્યાઓથી છુટકારો અપાવે છે. મહિલાઓને સગર્ભા વસ્થા દરમિયાન કોણ આસન, વીરભદ્ર આસન જેવા કેટલાક ઉપયોગી આસન કરવા જાઇએ. યોગ નિદ્રા આસન પણ ઉપયોગી સાબિત થાય છે. શરીરના જુદા જુદા હિસ્સાને સ્વસ્થ રાખવામાં યોગ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. યોદના જુદા જુદા આસનને યોગ્ય રીતે કરવામાં આવે તે પણ ખુબ જરૂરી છે. કારણ કે યોગ્ય રીતે યોગ કરવાથી તેનો ફાયદો મળે છે. યોગના કોઇ પણ આસનને યોગ્ય રીતે નહીં કરવાની સ્થતીમાં લાભના બદલે નુકસાન થઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. ૪૦ ઈસ્લામિક દેશો સહિત ૧૯૦થી વધુ દેશોએ યોગ માટે એક ખાસ દિવસ રાખવાની પહેલનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ૨૧મી જૂન ૨૦૧૫

No comments:

Post a Comment