Saturday 22 September 2018

*ક્યા સુધી બહાના દેશુ...???* સફળતા અથવા બહાનાબાજી ! *૧.* *"મને યોગ્ય ભણતરની તક ન મળી"* >> યોગ્ય ભણતરની તક તો વિશ્વની કારની નંબર ૧ કંપની ફોર્ડ ના હેન્રી ફોર્ડને પણ નહતી મળી! *૨.* *"નાનપણમાં જ મારા પિતાનુ દેહાન્ત થઈ ગયુ હતું"* >> પ્રખ્યાત સંગીતકાર એ. આર. રહેમાનના પિતાશ્રી રહેમાનના નાનપણમાં જ મૃત્યુ પામેલા! *૩.* *"હું અત્યંત ગરીબ કુટુંબમાંથી આવુ છું"* >> પૂર્વ રાષ્ટ્પતિ અબ્દુલ કલામ પણ ગરીબ કુટુંબમાંથી હતા! *૪. *"હું નાનપણથી જ અસ્વસ્થ હતો"* >> ઓસ્કર એવોર્ડ વિજેતા મરલી મેટલીન નાનપણથી બહેરી અને અસ્વસ્થ હતી! *૫.* *"મેં અડધી જીંદગી સાઈકલ ચલાવીને ગુજારી છે"* >> નિરમા ના માલીક કરશનભાઈ પટેલે પણ અડધી જીંદગી સાઈકલ પર જ ફરી ફરીને માલ વેચ્યો છે! *૬.* *"એક દુર્ઘટનામાં હું અપંગ થયા બાદ મારી હિંમત તુટી ગઈ"* >> પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનનો એક પગ નકલી છે! *૭.* *"મને નાનપણથી બધા મંદબુધ્ધીનો કહેતા"* >> થોમસ અલ્વા એડીસન, જેમણે ઈલેક્ટ્રીક બલ્બની શોધ કરી, તેને પણ નાનપણમાં લોકો મંદબુધ્ધી જ કહેતા! *૮.* *"હું એટલીવાર હાર્યો છું કે હવે હિંમત નથી"* >> અબ્રાહમ લિંકન ૧૫ વખત ચુટણી હાર્યા પછી અમેરીકાના રાષ્ટ્રપતિ બન્યા! *૯.* *"મારે નાનપણથી જ કુટુંબની જવાબદારી આવી પડી"* >> લતા મંગેશકર પર પણ નાનપણથી જ કુટુબની જવાબદારી આવી પડી હતી. *૧૦.* *"મારી ઊચાઈ બહુ ઓછી છે"* >> સચિન તેંડુલકરની ઊચાઈ પણ ઓછી જ છે ! *૧૧.* *"હુ એક નાનકડી નોકરી કરું છુ... એમાં હું શું કરી શકુ"* >> ધીરુભાઈ અંબાણી પણ નાની નોકરી જ કરતા! *૧૨.* *"મારી કંપનીએ એકવાર દિવાળુ ફુક્યું છે, હવે મારી પર ભરોસો કોણ કરે?"* >> ઠંડા પિણાની કંપની "પેપ્સી" ના નિર્માતા બે વખત દેવાળીયા થયા હતા! *૧૩.* *"મારું બે વખત નર્વસ બ્રેકડાઊન થયું છે, હવે હું શું કરી શકું? "* >> ડિઝનીલેન્ડ બનાવતા પહેલા વોલ્ટ ડિઝનીને ૩ વખત નર્વસ બ્રેકડાઊન થયેલુ! *૧૪.* *"મારી ઉંમર બહુ વધુ છે"* >> વિશ્વ પ્રસિધ્ધ કેંટુકી ફ્રાઈડ ના માલિકે ૬૦ વર્ષની ઉંમરે પહેલુ રેસ્ટોરંન્ટ ખોલેલુ! *૧૫.* *"મારી પાસે પૈસા નથી"* >> ઈન્ફોસિસના પૂર્વ ચેયરમેન નારાયણમૂર્તિ પાસે પણ પૈસા ન હતા, તેમણે પોતાની પત્નીના ઘરેણા પણ વેચવા પડેલા! આજે તમે જ્યાં પણ હો કે કાલે તમે જ્યાં પણ પહોંચો... એ માટે કોઈને જવાબદાર ઠેરાવતા નહી... કારણકે... તમારે જ નક્કી કરવાનુ છે કે... *|| સ ફ ળ થ વુ છે, કે* *બ હા ના આ પ વા છે ||*

No comments:

Post a Comment