Tuesday 25 April 2017

અસ્સલામુઅલયકુમ વ.વ. આ મેસેઝ ભરૂચ જિલ્લાના દરેક મુસ્લિમ સમાજ નાં લીડરો, સંઘઠનો, કમિટિઓ ,ટ્રસ્ટો અને આગેવાનો માટે...... થોડાક દિવસો પહેલા મને એક એવા સમાજ માંથી આમંત્રણ મર્યું કે જેને દેશ અવિકસિત સમાજ તરીકે ઓળખે છે.કે જેમે આપણે દલિત તરીકે ઓળખીએ છીએ. સાહેબ જ્યારે હું ત્યાં ગયો અને જે હોલ માં આ કાર્યક્રમ રાખેલો હતો એ હોલ ની સુવિધાઓ અને મેનેજમેન્ટ જોઈને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો અને વિચાર આવતો હતો કે એક અવિકસિત સમાજ તરીકે ઓળખાતા સમાજ પાસે આવો હોલ હોય કે જ્યાં સમાજ ના લોકોને એકત્રિત કરવા માટે સમાજ માં જાગૃતિ લાવવા માટે અને સંગઠનને મજબુત બનાવવા માટે આટલી સુંદર જગ્યા હોય ...અને આપણી પાસે આખી દુનિયા ને દાન કરવા માટે લાખો અને કરોડો રૂપિયા છે આપણી આ જિંદાદિલ કોમ જે ચાહે એ કરી શકે એમ છે તો પછી આપરી પાસે ભરૂચ શહેરમાં એક જગ્યા પણ ન હોઈ શકે.?????? સાહેબ આપણે એક એવા જિલ્લામાં રહીએ છીએ કે જે ગુજરાત નો બીજા નંબરની મુસ્લિમ મૅજોરીટી ધરાવટો જિલ્લો છે અને આવી જગ્યાએ પણ જો આપણે આપણા સમાજ માટે આટલું પણ ના કરી શકતા હોય તો આપણે આપણી જાતને સમાજ ના આગેવાનો, લીડરો કે નેતાઓ કેહવડાવી જિંદગી તો પુરી કરી નાખીશું પણ આવવા વાળી પેઢી આપણને કદાપિ માફ નહિ કરે. સાહેબ હું યાસીન દાદાભાઈ તહે દિલ થી એક ગુજરીશ કરું છું કે રાજકારણ , ફિરકા પરસ્તી ફિટનાઓ અને એક બીજાની ટાંટિયા ખેંચવાથી પર રહી સંગઠિત થઈ સમાજ માટે કંઈક કરીએ કારણકે જ્યારે જ્યારે પણ મુસલમાનો પર હાલાત આવે છે ત્યારે કોઈ એમ પૂછતાં નથી કે તું સુન્ની છે કે જમાતી , તું સિયા છે કે એહલે હદીસ કે પછી એમ પણ નથી પૂછતા કે તું ક્યાં પક્ષ માંથી છે. માટે જે જેને ફોલો કરે છે કરવાડો પણ જ્યારે દુનિયા સમક્ષ આવો તો બધું બાજુ પર રાખી ઇન્સાન બની અલ્લાહનો બંદો/બંદી બની પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના ઉંમતિ બની ને બહાર આવો.... આ મારા સમાજ માટેના અંગત વિચારો છે કોઈએ પણ વ્યક્તિગત લેવું નહી... યાસીન દાદાભાઈ.

1 comment: