Tuesday 30 October 2018

જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય. ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય, અભિમાન હોય, પ્રેમ હોય, પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત. “સમય” પણ શીખવે છે અને “શિક્ષક” પણ શીખવે છે,, બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,, “શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે... અને “સમય” પરિક્ષા લઇ ને શીખવે છે દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ થાય ..... જુઓ ને, મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો વેચાય છે... "જીભ પરની ઈજા" સૌથી પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ સાયન્સ કહે છે.। પણ. "જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી કેમકે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે.... વાત નાની છે પણ તેના અર્થ ખુબમોટા છે આખી જિંદગી બોજ ઉઠાવ્યો ખીલીએ અને લોકો વખાણ તસ્વીરના કરે છે !👌👌👌

No comments:

Post a Comment