Saturday, 1 July 2017

ઘણી સુંદર કવિતા...સારી લાગણીઓ જાગૃત થાય તો શેઅર કરજો.... ❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના 'વિશે' બોલવા કરતાં કોઈની 'સાથે' બોલીએ ❜ ❛ શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે.... ❜ ❛ હે " સ્વાથઁ" તારો ખૂબ આભાર. .. એક તુ જ છે કે જેણે લોકોને એકબીજા સાથે જોડીને રાખ્યા છે.... ❜ ❛ મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે... ❜ ❛ બદલો લેવા મા શું મજા આવે,મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો.... ❜ ❛ સંબંધ તો એવા જ સારા,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜ ❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી તેથી બધા કહે છે જમાનો ખરાબ છે ... ❜ ❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં.... પણ ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં ... ❜ ❛આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો.પણ આંસુ ત્યારે આવે છે,જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા ... ❜ ❛ જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા... ❜ ❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ "સંબંધ" ક્યારેય તૂટતો નથી.... ❜ ❛ ડર એ નથી કે.....! કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....! ડર તો એનો છે કે.....! લોકો હસ્તાં હસ્તાં.... બોલવાનું બંધ કરી નાંખે છે........ ❜ ❛ તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે.પણ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી Return Gift છે... ❜ ❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે... સાથે ચાલવાની મજા કેવી હોય છે.... ❜ ❛પાંચ પગથીયા પ્રેમના, ૧,જોવુ... ૨,ગમવું... ૩,ચાહવુ... ૪,પામવુ... આ ચાર સહેલા પગથીયા છે, સૌથી અઘરુ પગથીયુ છે પાંચમું ૫, નીભાવવુ..... ❜ ❛ ખૂબ સહેલું છે કોક ને ગમી જવું, અઘરૂ તો છે, સતત ગમતા રેહવું..... ❜💐💐💐💐💐જાન

No comments:

Post a Comment