Wednesday, 5 July 2017

*Don't miss to read this please* article written by Kanti Bhatt... -A famous journalist. દાડમ: ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે કે- બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે- તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી. ઉપરાંત, પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું. જે આનંદદાયી ગૃહસ્થી જીવનની- શુભેચ્છા રૂપે અપાતું. વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે. કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે. હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું. તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી. દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે. મને ડર હતો કે- જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેલ જશે... પણ, દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે. 86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે... પણ, મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે. આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે. ખસ-ખૂજલી તાજી થાય છે એ શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે ! આ મારો જાત અનુભવ છે. તમે ભાવનગર બાજુ જાઓ તો, આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો. નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે. પણ, મહેરબાની કરી ‘વાંચીને’ પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે... -તેને વાંચશો નહીં. કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો. મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે કુદરતની ‘ફાર્મસી’ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં. ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો- કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો... તો પછી, કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયુ ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ.

No comments:

Post a Comment