Wednesday, 19 July 2017
આજે હું માર્કેટ ગયો ખબર નહીં પણ આજ સુધી નહીં શીખેલું શીખવા મળ્યું... મને દ્રાક્ષ ખરીદવી હતી. મેં દ્રાક્ષ નો ભાવ પુછયો. દુકાન વાળા ભાઈ : Rs.80 / kg. બાજુ માં અલગ અલગ છુટ્ટી દ્રાક્ષ પડી હતી. મેં પુછયૂ : આનો શું ભાવ છે.? દુકાન દાર: Rs.30/kg. મેં પુછયૂ બધો તફાવત કેમ? દુકાન દારે બોવજ સરસ જવાબ આપ્યો.. દુકાન દાર: સાહેબ, આ દ્રાક્ષ પેલા કરતા પણ સરસ છે!! પણ તે લુમ્બ માંથી છૂટી ગઈ છે. તરત એક વિચાર આવ્યો જો દ્રાક્ષ ખાલી લુમ્બ માંથી છૂટી પડી જાય તો તેનો ભાવ અડધા કરતા પણ ઓછો થય જાય ... તેમજ જો આપડે ગમે એટલા સારા હોઈએ પણ જો *પરિવાર* અને *મિત્રો* થી અલગ થઇ જઇયે તો આપડી કિંમત પણ અડધા કરતા ઓછી થઈ જાય... કૃપા કરી તમારા *પરિવાર* અને *મિત્રો* સાથે હંમેશા જોડાયેલા રહો.....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment