Tuesday 22 August 2017

*સ્વાસ્થ્યની ચાવી* - ગુણવંત શાહ માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે. ખરી ગરબડ *મનમાં* શરૂ થાય છે. શરીર તો એ ગરબડની ચાડી ખાય છે. વિજ્ઞાન એવું જરૂર સાબિત કરે છે કે માણસના ઘણાખરા રોગો ગુસ્સામુલક, દ્વેષમૂલક, ઈર્ષ્યામૂલક અને વેરમૂલક હોય છે. અનેક રોગોનું મૂળ અને વ્યક્તિને તમામ પાયે પાછળ પાડી હતાશા અને નિરાશાની ગર્તામાં ધકેલી દેનાર.... *ડાયાબિટીસ* ટેન્શનના કારણે થાય . ક્ષમા, ઉદારતા રોગશામક છે. *માનસિક શાંતિ અને હાડમારી વિનાનું જીવન રોગો ને દૂર દૂર રાખે* પ્રેમ રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે. *શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપરકારક છે.* એક વિચારક કહે છે કે, *'તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત.'* તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! ... આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી : *'હે ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.*' રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે. ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે. બેઠાડુ માણસનું તખ્ખલુસ *'બંધકોષ બંદોપાધ્યાય'* હોવું જોઈએ. તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો. હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ? *નિયમિત કસરત અને માફસરનો આહાર !* *અને શાંતિમય, તણાવમુક્ત,જીવન* *નોકરીયાતો,અને એ પણ45 વટાવી ચૂકેલાએ ખાસ આ હકીકત સમજી તનાવ થી દૂર રહે ,અને 50 પછી સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ માનસિક શાંતિ કેળવી આયુષ્ય વધારી શકે.* ધન્ધાદારીઓ એ એવું આયોજન કરો કે 50 પછી કોઈજ દોડધામ કરવી નહીં પડે. ચલવાની આદત પાડો,નિયમિત ચાલવાથી અને હલકી કસરત કરવાથી આયુષ્ય વધે છે. કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે *તાતા* છો, ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે *બિરલા* છો. બાકી ગમે તેટલા પૈસા હશે પણ જો શાંતિ ની નિંદર ન આવે તો તમારા જેટલા ગરીબ બીજા કોઈ નથી. એવા પૈસા ને શું કરશો? *ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ* કાલે જ તમારી વિકેટ પાડી દેશે ....આ બધા પૈસા બેન્ક અને તિજોરીમાં રહી જશે. *ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ* થાય જ નહીં તેવું જીવન જીવો. કોઈ સાચી નિંદા પણ ન કરો.ને કોઈ તમારી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો. જો ઘણુંખરું સાચા આનંદમય રહેતા હો તો માનવું કે તમે સાચું જીવન જીવી રહ્યાં છો.

No comments:

Post a Comment