Wednesday 1 November 2017

*વાંચો તો મઝા આવશે..* (1) 🌿 મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. 🍀 (2) 🌿 માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ? એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. 🍀 (3) 🌿 અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ "અડધી રાતે". 🍀 (4) 🌿 જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે. 🍀 (5) 🌿 એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો... આખે આખો જણ. 🍀 (6) 🌿 એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ.... જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો... 🍀 (7) 🌿 આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો સુધરી જાય. 🍀 (8) 🌿 શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથી 🍀 (10) 🌿 હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે સાહેબ.... બાકી... હકીકત માં કોઈ પોતાનું દુ:ખ લખીને ખુશ નથી હોતું. 🍀 (11) 🌿 એકલા થયા જીવનમા તો ખબર પડી... ઘણા કલાકો હોય છે એક દિવસ મા 🍀 (12) 🌿 બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે 🍀 (13) 🌿 કોઈના વગર કંઈ અટકતું નથી.... પણ અધુરું ચોક્કસ રહે છે. 🍀 (14) 🌿 લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી. 🍀 (15) 🌿 પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો... પણ એ મારો ભરમ હતો સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો...🍀

No comments:

Post a Comment