Tuesday, 25 April 2017

મારા અઝાન \ લાઉડ સ્પીકર અંગે ના એપ્રિલ ૧૮ ,૨૦૧૭ ના રોજના ટ્વીટ બાબતે આપ સૌ માંથી કેટલાક વડીલો અને મિત્રોએ ટ્વીટર, ફેસબુક, વોટ્સ એપ અને અન્ય માધ્યમો દ્વારા પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. મને લાગે છે કે આ અંગે કંઇક ગેરસમજ થઈ છે જે દુર થવી જરૂરી છે. 1. જયારે મેં એમ કહ્યું હતું લાઉડ સ્પીકર નમાઝ નો હિસ્સો નથી એનો અર્થ એ નથી કે અઝાન માં થતા લાઉડ સ્પીકર ના ઉપયોગનો હું વિરોધી છુ . આ એક સરાસર ગેરસમજ છે.અઝાન માટે લાઉડ સ્પીકર નો ઉપયોગ જરૂરી છે. બલ્કે એની સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ પણ થવો જરૂરી છે. 2. જેમણે અઝાન ના સંદર્ભમાં ટ્વીટ કરીને ગુંડાગર્દી શબ્દ નો ઉપયોગ કર્યો હતો તેમને મારા જેવી વ્યક્તિનુ સમર્થન હોવુ એનાથી વધારે બીજી કોઇ ક્રૂર મજાક અને હાસ્યાસ્પદ બાબત હોઈ ન શકે.આવા ગુંડાગર્દી જેવા શબ્દપ્રયોગને વખોડવામાં જેટલા શબ્દો વાપરીએ તેટલા ઓછા છે. 3. મારી ટ્વિટ નો મતલબ એ હતો કે અઝાન અથવા અન્ય જરૂરી બાબતો સિવાય લાઉડ સ્પીકર નો બિનજરૂરી ઉપયોગ થતો હોય એવા કિસ્સામા સમાજના અગ્રણીઓએ વિચાર વિમર્શ કરીને સ્વૈચ્છિક રીતે યોગ્ય દ્રષ્ટીબિંદુ કેળવવુ જોઈએ. આ માત્રને માત્ર મારો અંગત અભિપ્રાય છે. 4.આપણા દેશ ના બંધારણે પ્રત્યેક વ્યક્તિ ને પોતાની મરજી મુજબનો ધર્મ/મઝહબ પાળવાનો અધિકાર આપ્યો છે .અને એ જ આ મહાન રાષ્ટ્રના બંધારણનો પાયો અને લાક્ષણિકતા છે. એની રક્ષા/હિફાજત કરવા આપણે કટિબદ્ધ છીએ અને દુનિયાની કોઈ પણ તાકાત આપણા આ અધિકારને છિનવી શકશે યા ખત્મ કરી શકશે નહી. હું આશા રાખુ છુ કે આ ખુલાસાથી મારી ટ્વિટ બાબતે થયેલ ગેરસમજ પર પૂર્ણવિરામ લાગશે. જય હિન્દ અહમદ પટેલ

No comments:

Post a Comment