Friday 1 December 2017

સરગવા નું આ રીત નું ચૂર્ણ કીડની,લીવર,હ્રદય, બીપી, કોલેસ્ટ્રોલ,ડાયાબીટીસ,મોટાપા નો ઉકેલ છે શું તમે સ્વસ્થ રહેવા માગો છો. ક્યારેય કોઈ તકલીફ ન થાય. હમેશા શક્તિ અને જુસ્સા થી ભરપુર રહે. તો આ ઝાડ ભગવાને તમારા માટે બનાવ્યું છે. બસ જરૂર છે ફક્ત તેના ભરપુર ઉપયોગ ની. Moringa ileifera જેને સરગવો, મુનગા કે drumstick ના નામથી ઓળખવામાં આવે છે. આ દક્ષીણ એશિયા નો એક જાદુઈ છોડ છે. તેનો ઉપયોગ પરંપરાગત અને ચિકિત્સા પ્રણાલી માં ઘણા વર્ષો સુધી કરવામાં આવે છે. તે એન્ટીઓક્સાઈડ થી ભરપુર છે. જે લોકો anti oxidants ને માટે Wine પીવે છે તેમને જણાવી દો કે Wine થી અનેક ગણું વધારે Anti Oxidant સરગવા માં અનાર માં કે આવી ઢગલાબંધ પરંપરાગત વસ્તુઓ છે જેમાંથી મળી જાય છે, એટલા માટે ખોટા પ્રચારથી બચો. આજે આપને માત્ર આયુર્વેદિક માં તેના કહેલા ફાયદા ની ચર્ચા કરીશું આ છોડ નું સેવન કરવાના અમુક એવા મહત્વપૂર્ણ કારણ, જે કારણ આ છોડને Tree Of Heaven ની ઓળખ આપે છે. શું તમે મલ્ટીવિટામીન કેપ્સ્યુલ લો છો? કે પછી હમેશા શરીરમાં નબળાઈ, થાક કે ચિડીયાપણું બની રહે છે? સરગવા ના પાંદડા , જડ, તેની છાલ, સીંગો ને ભેગા કરી તેને સુકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો. રોજ સવારે સાંજે એક એક ચમચી ચૂર્ણ પાણી સાથે ફાકી મારી લઇ લો, આ ચુર્ણ કોઈ પણ મલ્ટીવિટામીન કેપ્સ્યુલ થી ખુબ જ સારી છે, અમે તે વાત ને વિશ્વાસ થી કહી શકીએ છીએ. આ વિશ્વાસ નો દમ આધુનિક વિજ્ઞાન પણ જોઈ ચુક્યા છે. આ છોડની પાતળી છાલ અને સીંગો માં ખુબ જ મિનરલ્સ છે અને વિટામિન્સ હોય છે અને તેનો ૧ નાનો કપ ૧૫૭ % આરડીએ વિટામીન સી આપે છે. સરગવા ના એક કપ માંથી : vitamin b6- 19% daily needs vitamin A-9% protein-2 g vitamin C-12% vitamin b2 ribiflavin-11% iron-11% જે જગ્યાએ આ છોડ ન મળે ત્યાં તેના પાંદડા અને ફૂલ ને સુકવીને તેનું છુર્ણ કામમાં લેવું જોઈએ. આવો હવે જાણીએ તેના સરસ ફાયદા જે તેને Tree Of Heaven બનાવે છે. ૧. હાડકાની મજબુતી – જો કોઈને ઘુટણ બદલવા માટે ડોક્ટરે કહી દીધું છે તો પણ આનો પ્રયોગ કરીને જુઓ,આમાં કેલ્શિયમ અને આયરન વધુ પ્રમાણમાં મળી રહે છે જેના સેવન થી હાડકા મજબુત થાય છે, અને હાડકાનો ઘસારો અટકે છે. ૨. કેન્સર નહી થાય – આ છોડમાં ખુબ જ વધુ Anti Oxidant છે અને તે Free Radicals નો સામનો કરવા માં ખુબ જ મદદ કરે છે, તે કેન્સરના સેલ્સ ને વધતા રોકે છે, તેમાં વિટામીન સી અને Beta Carotene હોય છે તેની સાથે તેમાં chlorogenic acid and quercetin પણ છે જે સેલ્સ માટે રક્ષાત્મક કવચ નું નિર્માણ કરે છે. ૩. તરત માથાના દુખાવામાં રાહત – સરાગવા ના ઝાડ નો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી તરત જ માથાનો દુખાવામાં રાહત મળે છે. ૪. આંખો માટે – આનો નિયમિત સેવન તમારી આંખો ની રોશની ને વધારશે, તમે તેના પાંદડાનો રસ કાઢીને તેને આંખો માં પણ લગાવી શકો છો. ૫. સીઝનની બીમારીમાં – સર્દી ખાંસી,ગળાની ખરાશ અને છાતીમાં બલગમ જામી જવા ઉપર સરગવા નો સૂપ નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક હોય છે. તેને માટે તેના પાંદડા, ફૂલ કે ફળ નો ઉપયોગ કરો. સરગવા નું સૂપ પાચનતંત્ર ને પણ મજબુત બનાવવાનું કામ કરે છે. તેના ફળમાં રહેલ ફાઈબર્સ કબજિયાત ની તકલીફ નહી થવા દે. ૬. બ્લડ પ્રેશર – હાર્ટ એટેક – કોલેસ્ટોલ – સરગવા નું નિયમિત સેવન બ્લડ પ્રેશર ને નિયમિત કરે છે. તેમાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટોલ ને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ આવવા જ નહી દે. ૭. લગ્ન જીવન માટે – સરાગવા ના સૂપ નો નિયમિત સેવન થી સેક્સ્યુઅલ હેલ્થ સારી થાય છે. સરગવો મહિલા અને પુરુષ બન્ને માટે સરખા પ્રમાણ માં ફાયદાકારક છે. ૮. અસ્થમા માં – અસ્થમા ની ફરિયાદ થવા પર પણ સરગાવા નું સૂપ પીવું ખુબ જ ફાયદાકારક થાય છે. ૯. લોહીની સફાઈ – સરગવા નું સૂપ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરીને પણ મદદ કરે છે. લોહી સાફ થવાથી ચહેરા ઉપર પણ નીખાર આવે છે. ચહેરા ઉપર ડાઘ ધબ્બા,ખીલ, માં રાહત થશે. ૧૦. ડાયાબીટીસ – જો તમને ડાયાબીટીસ છે તો આ તમારા માટે ખુબ જ કામનું છે, તેના પડદા ને છાયામાં રાખી સુકવી ને ૧ ચમચી દિવસ માં બે વખત ભોજન ની અડધી કલાક પહેલા સેવન કરો. તમને તેમાં આરામ મળશે. ૧૧. કીડની માટે – આમાં વિટામીન એ,ડી અને કેલ્શિયમ ભરપુર માત્ર માં હોય છે, કીડની ના રોગીઓ ને ડાયેટ ની મર્યાદા હોય છે, તેવામાં તેમણે જરૂરી પોષક તત્વો ની ઉણપ થઇ જાય છે, એવામાં સરગવો તેમના માટે ખુબ જ ફાયદાકારક ડાયટ છે. અને કીડની ની ના Electrolyte ને બેલેન્સ કરવાનું કામ છે તેમાં તે ખુબ સારી રીતે કામ કરે છે. જો કીડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફોરસ વધી જાય છે જેનાથી શરીર નું કેલ્શિયમ ઓછું થઇ જાય છે. જેનાથી હાડકાના ઘણા બધા રોગ થઇ શેક છે,તેવામાં આવા રોગી જેને કીડની ની કોઈ તકલીફ છે તે આનું સેવન જરૂર કરો. ૧૨. મોટાપા માટે – તેના ૧૧ પાંદડા ની ચા બનાવીને તેમાં અડધું લીંબુ નીચોવીને પીઓ, તેનાથી મોટાપો પણ ઓછો થઇ જશે. ૧૩. વધતી ઉંમર અટકાવે – તેમાં વિટામીન ભરપુર હોવા ને લીધે તે વધતી ઉંમર ને રોકે છે એટલે કે તે Anti Aging છે, તે આંખો ની રોશની વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ ને વધારે છે અને રોગોનો સામનો કરવામાં ખુબ જ અગત્યની કામગીરી નિભાવે છે. ૧૪. મલ્ટી વિટામીન સોર્સ (ઘણા બધા વિટામીનો નો સોર્સ) – સરગવા નાં મૂળ, સિંગ, પાંદડા, ફૂલ, અને તેની છાલ એટલે કે તેનું પંચાંગ આ બધાને ભેગા કરી ને તેને સુકવી નાખો, પછી તેને વાટીને ચૂર્ણ બનાવી લો , આ ચૂર્ણ કોઈ પણ મલ્ટી વિટામીન કેપ્સ્યુલ થી ૧૦૦ ગણી સારી રહેશે. ૧૫. લીવર માટે – જો લીવર ખરાબ થઇ ગયું છે તો તે તેને સુધારે છે, તે લીવર ના સોજા ને ઓછો કરે છે અને Enzymes ને Restore કરે છે.જેનાથી લીવર સારું કામ કરવ લાગે છે. સરગવા ના સેવન ની રીત. તેને દરેક પ્રકારે સેવન કરી શકાય છે. જયારે સીઝન માં તેમાં સિંગ આવે છે તો તેનું શાક બનાવી કે દાળ માં નાખી ખાવ, અને જયારે તેની સીઝન નથી હોતી ત્યારે તમે તેના પડદાને સુકવીને તેની એક ચમચી રોજ સવાર સાંજ ખાવ. કે તાજા પાંદડાની ચા બનાવીને પીઓ. અને તેની છાલની રાબ બનાવી ને પીઓ.જો તમે તેની છાલ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે આ ઝાડને હજી વધુ ઉગાડો. કેમ કે તેની છાલ કાઢવાથી ઝાડ વધવાનું બંધ કરી દેશે. જયારે પણ છાલ કાઢો ત્યારે તેની પાસે પડેલી માટી ને તે જગ્યા ઉપર લેપ કરી દો. હવે તમે જાણી જ ગયા હશો કે અમે આ ઝાડને Tree Of Heaven કેમ કહ્યું છે. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો જરૂર શેયર કરો અને અમને દુવાઓ માં જરૂર યાદ રાખશો. દરેક વ્યક્તિ તંદુરસ્ત રહે એ માટે પ્રાર્થના કરજો.

No comments:

Post a Comment