Sunday 26 March 2017

*બજેટ-નાણાંકીય વર્ષ 2017-18(આકારણી વર્ષ 2018-19)ની ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:- *કલમ 44A:* ~2 લાખની વાર્ષિક આવક અથવા 25 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને ચોપડા રાખવામાંથી મુક્તિ ~*કલમ 139(1)*માં દંડ માટે *કલમ 234F* દાખલ કરવામાં આવી છે તે અનુસાર, ~ઑડીટ સિવાયના કેસોમાં જો ઇન્કમટેક્ષ રિટર્ન 31,જુલાઈ પછી પરંતુ 31,ડિસેંબર સુધીમાં ન ભરાય તો ₹5000 સુધીનો દંડ અને 31 માર્ચ સુધીમાં ન ભરાય તો ₹ 10,000/- late fees / penalty *રિફંડ:* ~*કલમ 244A* અનુસાર હવેથી રિટર્ન ભર્યા તારીખથી રિફંડ છૂટું થયા તારીખ સુધીનું વાર્ષિક 6%લેખે વ્યાજ અપાશે. ~હવેથી 1 વર્ષમાં રિફંડ છૂટું કરી દેવાશે. ~*કલમ 244(1)(B)* અનુસાર હવેથી નિર્ધારિત રકમ કરતાં વધુ ભરેલ Advance Tax,Self-Assessment Tax ની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે. ~જ્યારે કલમ 234A,કલમ 234B,કલમ 234C અને કલમ 220(2) અનુસાર ટેક્ષની રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરાશે. ~E-Assessment નો વ્યાપ વધારાશે જે અનુસાર સ્ક્રુટિની હેઠળના કેસોમાં પણ આકારણીનું રિફંડ વ્યાજ સાથે ચુકવવાનું રહેશે. ~*કલમ 194 IB* અનુસાર હવેથી માસિક ₹50000થી વધુ ઘરનું ભાડું ચુકવનારે વાર્ષિક ભાડાની રકમમાંથી 5% TDS કાપીને ભાડું ચુકવવું પડશે. *કેપિટલ ગેઈન:* ~કેપિટલ ગેઈન ની ગણત્રી માટે Base Year 1981 ને બદલે 2001 ગણાશે. *કલમ 10(38)*માં સુધારો: ~જો 1-10-2004 પછી STT (Securities Transaction Tax) ચૂકવ્યાં વગર શેર ખરીદવામાં આવ્યા હોય તો LTCG ( Long Term Capital Gain)લાંબાગાળાના મૂડી નફાનો લાભ નહિ મળે. ~IPO અને Bonus શેરમાં LTCG લાગું નહિ પડે. ~LTCG માટે સ્થાવર મિલકતનો Holding Period 3 વર્ષ થી ઘટાડીને 2 વર્ષ કરેલ છે. *કેપિટલ ગેઈન બોન્ડ* ~*કલમ 54EC* અનુસાર 50 લાખસુધીના કેપિટલ ગેઈનનું રોકાણ કરવા માટે NHAI અને RECLના બોન્ડ ઉપરાંત એવા નિયત કરાયેલ બોન્ડ કે જે 3 વર્ષમાં Redeemable હોય તે માન્ય ગણાશે. *TDS:* ~ પ્રોફેશનલ ફી ની ચૂકવણીમાં 2% લેખે TDS કાપવો પડશે. ~ફોર્મ 15G અને ફોર્મ 15H નો વ્યાપ વધારાયો. ~₹15000નું કમિશન મેળવનાર Insurance Agent ફોર્મ 15G અને ફોર્મ 15H આપી શકશે. *બિલ્ડર:* ~31-3-2017 સુધીમાં Completion Certificate મેળવનાર બિલ્ડરને 31-3-2018 પછી વેચાયા વિના પડી રહેલા મકાનોની ભાડાની કાલ્પનિક આવક ગણીને તેના પર ટેક્ષ ભરવો પડશે. ~ હવેથી પ્રોજેકટની BUC મેળવ્યા બાદ જમીન માલિકને કેપિટલ ગેઈન ટેક્ષ લાગશે. ~*કલમ 80IBA* અનુસાર પ્રોજેકટમાં 30-સ્ક્વેર મીટર-4 મેટ્રોપોલિટન શહેરો માટે અને 60 સ્ક્વેર મીટર- તે સિવાયના ભારતના શહેરો માટેની ગણતરી બિલ્ટ -અપ અેરીયાને બદલે કાર્પેટ અેરીયા તરીકે ગણવામાં આવશે.અને પ્રોજેક્ટ 3 વર્ષ ને બદલે 5 વર્ષમાં પુરો કરવાનો રહેશે. *ઇન્કમટેક્ષ રિટર્ન:* ~5 લાખથી ઓછી બિન ધંધાકીય આવક ધરાવનાર માટે 1 પાનાનું રિટર્ન બહાર પડાશે. ~રાજકીય પક્ષો માટે નિર્ધારીત સમયગાળામાં ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાનું ફરજિયાત બનાવેલ છે. *રિવાઈઝડ ઇન્કમટેક્ષ રિટર્ન:* ~ ઇન્કમટેક્ષ રિટર્ન 12 મહિનામાં રિવાઈઝ કરી શકાશે. *ટેક્ષ રેટમાં ફેરફાર:* ~વ્યક્તિગત અને HUF કરદાતાઓ કે જે 2.50 લાખથી 5.00 લાખની મર્યાદામાં આવક ધરાવતા હોય તેમને માટે ટેક્ષનો દર 5% રહેશે. ~50 કરોડ સુધીનો વકરો ધરાવતી કંપની માટે ટેક્ષનો દર 25% રહેશે. *રિબેટ:* ~*કલમ 87A* હેઠળ હવે ₹3.50 લાખ સુધીની આવક ધરાવનારને ₹5000ને બદલે ₹2500 ટેક્ષમાંથી રિબેટ મળવાપાત્ર રહેશે. *સરચાર્જ:* ~50 લાખથી 1 કરોડ સુધીની આવક ધરાવનારને 10% સરચાર્જ લાગુ પડશે. ~જ્યારે 1 કરોડથી વધુ આવક ધરાવનારને 15% સરચાર્જ ચાલુ રહેશે. *સ્ક્રુટિની:* ~નવા કરદાતાઑ 1 વર્ષ માટે સ્ક્રુટિનીને પાત્ર બનશે નહિ. ~હવેથી સ્ક્રુટિની કેસ આકારણી વર્ષના અંતથી 18 મહિનામાં પૂર્ણ કરવા પડશે.ત્યારબાદ આકારણી 12 મહિનામાં પૂરી કરવી પડશે. *રોકડ પર નિયંત્રણ:* ~*કલમ 269T* અનુસાર ₹3 લાખથી વધુની રોકડ કોઈપણ વ્યક્તિ પાસેથી અેક દિવસમાં કે અેક ટ્રાન્સૅકશનના સંદર્ભમાં લેવા પર નિયંત્રણ મુકવામાં આવેલ છે.આ જોગવાઇનો ભંગ કરનારને *કલમ 271DA* અનુસાર જેટલી રોકડ મેળવી હોય તેટલો દંડ કરવામાં આવશે. ~હવેથી કોઈપણ મૂડીખર્ચના સંદર્ભમાં ₹10000થી વધુ રોકડ ચૂકવણી કરી શકાશે નહિ. *TCS:* ~દાગીનાઓના વેચાણના સંદર્ભમાં TCS ની જોગવાઈ પડતી મુકવામાં આવી છે. *ધાર્મિક દાન:* ~હવેથી *કલમ 80G* અનુસાર માત્ર ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે. *રાજકીય પક્ષોને દાન:* ~હવેથી રાજકીય પક્ષો કોઇપણ એક વ્યક્તિ પાસેથી ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે. ~હવેથી *કલમ 44AD* હેઠળ ચેકથી અથવા ડિજીટલ માધ્યમથી ખરીદ અને વેચાણના સંદર્ભમાં કુલ વકરાના 6% લેખે નફો બતાવી શકાશે. *ઓડીટ:* ~હવેથી 2 કરોડથી વધુના Total Turnover કે Gross Receipts સંદર્ભમાં જ ઓડીટની જવાબદારી લાગુ પડશે. ~*RGESS* (Rajiv Gandhi Equity Savings Scheme) બંધ કરવામાં આવેલ છે. *ઈન્કમટેક્ષ રિટર્ન ની ચકાસણી સત્તા:* ~જો ઈન્કમટેક્ષ વિભાગના સર્ચ દરમ્યાન ₹50 લાખથી વધુની છુપી આવક અથવા સમ્પત્તિ મળી આવશે તો 10 વર્ષ(2007) જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે. ~ગેરકાયદેસર વિદેશી મિલકત ધરાવનારના 16 વર્ષ જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે. આવકવેરા વિભાગને ઉપરોકત સત્તા આપવા માટે *કલમ 153A,કલમ 132, કલમ 132A* માં ફેરફાર કરવામાં આવ્યો છે. ~*(NPS) National Pension System:* હેઠળ કરેલ રોકાણમાંથી ઈમર્જેન્સી કેસમાં કરેલ 25% સુધીના ઉપાડ પર કોઈ ટેક્ષ નહિ લાગે. ~*MAT( Minimum Alternate Tax):* Carry Forward કરવાની સમયમર્યાદા 10 થી વધારીને 15 વર્ષ કરવામાં આવી છે. ~ વ્યવસાયીકો 1 હપ્તામાં Advance Tax ભરી શકશે. *મકાન મિલકતનુ નુકશાન:* ~*કલમ 71* માં સુધારા અનુસાર હવેથી માત્ર ₹2 લાખ સુધીનું નુકસાન અન્ય આવક સામે set-off કરી શકાશે અને બાકીની રકમ 8 નાણાંકીય વર્ષ સુધી Carry- forward કરી શકાશે. *ગિફટ:* ~*કલમ 56(2)(x)* અનુસાર હવેથી દરેક કરદાતાના હાથમાં ₹50 હજારથી વધુની ગિફટ કરપાત્ર થશે. *ફરજિયાત પાનકાર્ડ:* ~દરેક નાણાંકીય લેવડદેવડો માટે પાનકાર્ડ ફરજિયાત બનાવાયું છે.

No comments:

Post a Comment