Tuesday, 5 September 2017

કડવી વાસ્તવિકતા છે... પચાવવી મુશ્કેલ હોય માફ કરજો... તો મારો મત એમ છે કે જ્યારે કોઈ મુસ્લિમ કહે કે અમે શરિયતને જ માનીશુ, બાકીના કાયદા અમે ઘોળીને પી જઇશુ તો મારે એ તમામને પૂછવુ છે કે શરિયતને આપણે એક ટકા પણ પાળી છે ખરી ક્યારેય? ઇદની નમાઝમા અલ્લાહુ અકબર કેહતા ક્યારે હાથ બાંધવા અને ક્યારે હાથ છોડવા એ આપણે બાજુ વાળાને જોઈને કરવુ પડતુ હોય છે અને સોશિયલ મીડિયા પર શરિયતની મજાક ઉડાવે કે અમે તો ફક્ત શરિયતને માનીશુ. જો ખરેખર શરિયતને માન્યા હોતને તો જુમ્માની નમાઝ જેટલા મુસલમાન ફજરની નમાઝમા પણ હોત..! પ્રેક્ટિકલ મુસ્લિમ તો બનવુ જ નથી. 'બાવા અપળેસે ની હોગા, ઠીક હે દો ચાર વોટ્સએપ પે હદીસ શેયર કરલી અણે ફેસબુકપે કીસીકી બજા ડાલી પણ ફજરમે તો બાવા કહા ઉઠાતા હૈ'. બસ આટલે આવીને હવા નીકળી જાય છે આપણા બનાવટી ફૂગ્ગાની. મા-બાપના, મિયા-બિવીના, ઔલાદના હૂકૂક પાળવા તો ઠીક કેટલા હૂકૂક છે એટલું જાણતા હોત અને પછી શરિયતનુ રણશિંગુ ફૂંકતા હોત તો સારુ લાગત. એક તો આપણે સંખ્યાની દ્રષ્ટિએ લઘુમતીમા અને બિમારીઓમા બહુમતીમા, ગુંડાગર્દીમા બહુમતીમા, બાળમજૂરીમા બહુમતીમા, ભીખ માગવામા બહુમતીમા, સ્કૂલ છોડવામા બહુમતીમા, મોટા ભાગની નકારાત્મક પ્રવૃત્તિઓમા સંખ્યા ઓછી હોવા છતા ટકાવારી આપણી જ વધારે હોય. 'ના બાવા અપણે એરીયામા બાઇક સે ઠોકા હૈ બચ્ચે કો છોડના મત ઉસકો હડ્ડી પસલી એક કર દો' અને પછી જીંદગી ભર કોર્ટની મુદતો ભર્યા કરે. ના દેશના કાયદા જાણતા હોય ના દીનના. હવે ફાંકા મારવાથી કે શેખાઇઓ મારવાથી કશુ જ નહિ ઉખડે. હવે પછીના જે યુધ્ધો થશે એ આપણી વિચારશક્તિ વચ્ચે થશે. હુ કહુ છુ કે ફક્ત તલાક મુદ્દે કેમ આપણે શરિયતને યાદ કરીએ? આપણી બદનિગાહી, આપણી બદગુમાની, આપણી ગીબતો આપણી ચાડીઓ, આપણુ જૂઠ, આપણી મુંડાવેલી દાઢીઓ, આપણો પેહરવેશ, આપણા મોઢામાંથી નીકળતી ગાળો, મા બાપ સાથે ઉંચા અવાજમા વાત કરતા છોકરા છોકરીઓ, દારૂ અને જુગારની લતમા લાગેલા જુવાનીયાઓ...ક્યા જાય છે આપણા વચ્ચેથી એ વખતે શરિયત..! ફેસબુક પર અજાણી છોકરીની નીચે નાઇસ પીક લખતી વખતે ક્યા જાય છે આપણી શરિયત..! રાત્રે એકાંતમા પોર્નોગ્રાફી દેખતી વખતે ક્યા જાય છે આપણી શરિયત..! અઝાન ચાલતી હોય અને આપણુ કામ ના રોકાતુ, કામ તો શુ ટી.વી. અને મોબાઇલ ના બંધ થતો હોય કે જેના વિશે કેહવાયુ છે કે તેનો ખાતમો ઇમાન પર ના થવાનો અંદેશો છે તે વખતે પણ ક્યા જાય છે આપણી શરિયત..! આપણી શરિયત તો મને કોઈપણ સ્ત્રી વિશે બોલતા રોકે છે. આપણી શરિયતે વિશ્વ સંસ્કૃતિને ઘણુ આપ્યુ એમાંથી એક કે પિતાની મિલકતમા દિકરીનો વારસાઇ હક. પણ આપણે તો શરિયત નામની કિતાબનુ કવર પેજ પણ ધ્યાનથી નથી જોયુ તો એના જાણવાની તો વાત જ શી..! 'બાવા કુરબાની દેને કી, તીન હિસ્સે કર કે બાટ દેને કી, પતા કામ' થી લઈને 'અપનુને તો સાત હિસ્સે દીયેલે' સુધી સીમિત થઈ ગઈ છે શરિયત. કોઈ આપણને ત્યારે જ અનુશાસનમા રાખવા માટે પ્રયત્ન કરે જ્યારે આપણે પોતાના શ્રેષ્ઠ માર્ગને છોડીને યહુદી અને ઈસાઇ માર્ગ અપનાવ્યો હોય અને હાલ આપણે એ તરફ આગળ વધી રહ્યા છીએ. જો સ્કૂલનો શિક્ષક દરરોજ આઠ કલાક ભણાવવા છતા શ્રેષ્ઠ વિધાર્થીઓ તૈયાર કરવામા નિષ્ફળ જતો હોય તો બિચારા મૌલાના સાહેબ શુક્રવારની અડધો કલાકની તકરીરમા આપણને કેટલા સુધારી શકવાના અને આપણે તો પાછા ત્યાં જ, ' બાવા બહુત ખેંચ ડાલા બાપુને તો, ઇનકે તો હાથમે માઇક આણા ચહિયે બસ'. સમાજના સૌથી વધુ શિક્ષિત લોકોનો લાભ સૌથી વધુ અશિક્ષિત લોકોએ લેવો જોઈએ એના બદલે સૌથી વધુ અભણ લોકો સૌથી વધુ હેરાન પોતાના જ સમાજના સૌથી વધુ ભણેલા લોકોને કરતા હોય છે અને આ જ મુખ્ય નિશાની છે કોઈ પણ સમાજની અધોગતિની. ખેર વાત શરિયતની છે એટલે છેલ્લે એટલુ જ કહીશ કે આપણે આપણા ગીરેબાનમા જાંખીએ કે મારામા કેટલી શરિયત છે અને હુ કેટલો શરિયતમા છુ. દુનિયાની કોઈ તાકત એ સંસ્કૃતિને નથી મીટાવી શકતી જેણે કહી દીધુ કે માતાના પગ નીચે જન્નત છે, બાપ જન્નતનો દરવાજો છે, મજદૂરની મજૂરી તેનો પરસેવો સુકાઇ જાય એ પેહલા આપી દો, ગોરાને કાળા પર કે કાળાને ગોરા પર કોઈ વિશેષ અધિકાર નથી, અરબીને નોન અરબી કે નોન અરબીને અરબી પર કોઈ વિશેષ અધિકાર નથી, જેણે સૂર એ રેહમાન આપી અને આવી તો અસંખ્ય બાબતો. એટલે બાવા અપણે શરિયતકી ફિકર છોડો અને અપણે આખિરતકી ફિકર કરો, શરિયતકી ફિકર હર દૌરમે ઉસને કી હૈ ઔર વો હી કરેગા. From facebook

No comments:

Post a Comment