Tuesday, 19 September 2017

હરિયાણા ના ખેડૂતો સાથે યમુના નદીના તટ પર એમ આઈ પટેલ અને એડવોકેટ ગુલશાદ અલી... 🌹બધાયે વાચજો 🌹 એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બઈરી એ વિલાયેલા મોઢે કહ્યુ, " ગોમડેથી તમારા બાપુજી આયાં છે. એમના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે" સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા.મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતુ તુ. એવાંમાં ગામડેથી બાપુજી આવ્યા છે, તો ચોક્કસ કોઇક મદદ માંગવા માટે જ આવ્યા હશે, આ વિચાર માત્રથી એ ભાઇ ધ્રુજી ગયા. ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતાને સલામ કર્યા. સાંજનું ભોજન પતાવીને, પિતાએ પુત્રને કહ્યુ, " બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે" પિતાની વાત સંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી "નક્કી હવે બાપુજી પૈસાની માંગણી મુકશે. મારી કેવી સ્થિતી છે એનો બાપુજીને જરા પણ વિચાર નહી આવતો હોય ? મને ફોન કર્યા વગર સીધા જ, અહીંયા પહોંચી ગયા આવતા પહેલા ફોન કર્યો હોત, તો હુ ફોન પર પણ તેમને મારી મુશ્કેલી જણાવી આપત". વિચારોના વાવઝોડામાં સપડાયેલા દિકરાના ખભા પર પિતાનો હાથ મુકાયો, ત્યારે દિકરાને ખબર પડી કે, પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે. પિતાએ દિકરાને કહ્યુ, " બેટા, તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતો તો. પણ છેલ્લા 4 મહિનાથી તારો કોઇ જ ફોન નથી આવ્યો. એટલે તને કંઇક તકલીફ હશે એવુ, મને અને તારી મમ્મીને લાગ્યુ. હું તને બીજી તો શુ મદદ કરી શકુ પણ મારી પાસે થોડા ઘરેણા તારી મમ્મીનાં પડેલા હતા. એ વેંચીને આ 50,000 રૂપિયા ભેગા થયા છે એ તારા માટે લાવ્યો છું. હું તો કાલે સવારે ગામડે ચાલ્યો જઇશ પણ બસ ફોન કરતો રહેજે !! તારી મમ્મી બહુ જ ચિંતા કરતી હોય છે. અને કંઇ મુશ્કેલી હોય તો બેધડક કહેજે. તારા માટે જમીન વેંચવી પડે તો એ પણ વેંચી નાંખીશું" આટલી વાત કરીને પિતાએ, દિકરાના હાથમાં નોટોનું બંડલ મુકી દીધુ. દિકરો કંઇજ ન બોલી શક્યો માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઇ રહ્યો. જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એ તો ફરીશ્તા બનીને આવ્યા હતા. મિત્રો, આપણી મુશ્કેલીના સમયે પોતાનુ સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર માત-પિતા કોઇ મુશ્કેલીમાં તો નથીને એ જોવાની ફરજ આપણી જ છે. અગર એ નારાજ હશે તો અલ્લાહનાં નેક બંદાઓ પાસે લાખ દુઆઓ કરાવો, કોઈ કામની નથી. ડિલીટ મારતા પહેલા, શેઅર કરવાનું ચૂંકશો નહીં. કોઈ ની આંખો ખૂલી જાય તો, મોકલનાર પણ સવાબનો હકદાર બનશે. ધન્યવાદ !! જઝાકલ્લાહ....ધન્યવાદ...

No comments:

Post a Comment