Thursday, 7 September 2017
ઝેર કોને કહેવાય ?? સરસ અને સચોટ જવાબ આપ્યો : જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય. ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય, અભિમાન હોય, પ્રેમ હોય, પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત. _“સમય” પણ શીખવે છે_ _અને_ _“શિક્ષક” પણ શીખવે છે,,_ _બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,_ _“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે..._ _અને_ _“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે_ *દરેક વસ્તુની કિંમત સમય* *આવે ત્યારે જ થાય .....* *જુઓ ને,* *મફતમાં મળતો ઓક્સિજન* *હોસ્પિટલમાં કેવો વેચાય છે...* "જીભ પરની ઈજા" સૌથી પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ સાયન્સ કહે છે.। પણ. "જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે। ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી કેમકે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે.... *વાત નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે* *આખી જિંદગી બોજ ઉઠાવ્યો ખીલીએ અને લોકો વખાણ તસ્વીરના કરે છે !!!*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment