Sunday, 7 May 2017
*જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 સુંદર વાતાે* 1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ. 2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. 4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. 5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો. 6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. 7. કોઈને મહેણું ક્યારેય ન મારો. 8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી. 9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. 10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં. 11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો. 12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો. 13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. 14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં. 15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો. 16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. 17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં. 18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો. 19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો. 20. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો. ✨✨✨ મન માં પવિત્રતા અને પાયા માં નીતિહશે તો.. જીવન માં પરિક્ષા આવી શકે કિન્તુ PROBLEM તો નહીં જ આવે.👍🏻 🌹શુભ સવાર . 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment