Tuesday, 30 May 2017

ખુદની સાથે મળવાનું રહી ગયું, ભીતર તરફ વળવાનું રહી ગયું ! ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની, અને ખુદને પરખવાનું રહી ગયું ! દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા, નિકટના સાથે ભળવાનું રહી ગયું! કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા, અને, ઈશ્વરને ઓળખવાનું રહી ગયું! ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ, અને પેલું સુખ ગણવાનું રહી ગયું ! બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયા, પણ, જ્ઞાન સમજવાનું રહી ગયું ! ઝપાટાભેર વહી રહી આ જિંદગી અને સાલું...... આ જીવવાનું તો રહી ગયું !! GM🌹🌹🌹

No comments:

Post a Comment