Saturday, 3 June 2017
કોઇના સમય ઉપર હસવાની હીંમત ના કરતા.. સમય હંમેશા ચેહરો યાદ રાખે છે..! 🔴 જીંદગીમાંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ, કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.! 🔴ઘણીવાર સારું જીવન જીવવા માટે.. ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..! 🔴 જિદગી મા સુખી થવાની રીત,હસવું ,હસાવવું અને હસી કાઢવું. 🔴જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને.. ત્યારે સમજવું કે પ્રગતિ ની શરુઆત થઇ ચુકી છે..! 🔴 મળેલા સમય ને જ યોગ્ય બનાવો સાહેબ.. યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..! 🔴 યાદ કરશો તો યાદો માં મળશું. નહિ તો , ફરિયાદો માં તો છું જ. 🔴 હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો.. શક્ય છે રૂમાલ ભીના મળે..!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment