Wednesday, 7 June 2017
કેવા હતા એ દિવસો/ તો સાંભળો... # આપણા ઘરે જયારે ભાવતું ન બન્યું હોય, ત્યારે બાજુનાં તારામાસીના રસોડામાં હકપૂર્વક ઘૂસીને દાળભાત ખાઈ શકાય એવા પાડોશી હતા. # કહ્યા વગર જેને ઘરે ધામા નંખાય એવા દોસ્તો હતા. # વાઈફાઈ નહોતું અને ઘાઈઘાઈ પણ નહોતી. # લોકો ચોરથી ડરતા, પોલીસથી નહીં. # સંતાનો માબાપને એ.ટી.એમ. મશીન નહોતા ગણતા અને સંતાનો માબાપના આધારકાર્ડ બનતા. # ઘરમાં ઉમ્મરલાયક નોકરને રામુ નહી, પણ રામુકાકા તરીકે બોલવામાં આવતા. # રમવા માટે સાચા મિત્રો હતા, ફેસબૂક ફ્રેન્ડઝ નહીં. # બાળકોની પીઠ ભારેખમ દફતર ઉઠાવવા માટે બની છે એ જ્ઞાનનો સદંતર અભાવ હતો. # સ્કૂલમાં ‘ઉદ્યોગ’ નામનો વિષય હતો, પણ ‘સ્કૂલ’ નામનો કોઈ ઉદ્યોગ નહોતો. # દૂધની થેલીનો ભાવ દસ પૈસા વધી જાય તોય આંદોલન કરવા લોકો રસ્તા પર આવી જતા. # માણસના મનમાં અને બહારની હવા- બંનેમાં પ્રદૂષણ ખૂબ જ ઓછું હતું. # આટલા બધા ઇમોટિકોન નહોતા લાગણી પ્રદર્શિત કરવા. બસ, દિલથી ભેટવું કાફી હતું, કોઈ પણ લાગણી વ્યક્ત કરવા. # આજની જેમ મેડીકલ-ઇન્સ્યોરન્સ, વેહિકલ-ઇન્સ્યોરન્સ, હોમ-ઇન્સ્યોરન્સ નહોતો અને તોયે માણસ સુરક્ષા અનુભવતો. # કુટુંબમાં એકતા હતી. એકતાની સીરયલના કુટુંબમાં એકતા છે કે નહીં એ પ્રશ્નનું અસ્તિત્વ જ નહોતું ! # ટૂંકે પગારે ઘર ચલાવવું મજબૂરી નહીં, પણ હોંશિયારીનું કામ ગણાતું. કરકસર માનવાચક શબ્દ હતો. # અબ્દુલચાચા દિવાળીમાં મીઠાઈ ઝાપટવા અંબુભાઈને ત્યાં જતા અને અંબુભાઈ ઈદમાં શીર ખૂરમા લિજ્જતથી માણવા અબ્દુલચાચાને ત્યાં જતા. # ટેલીવિઝનના ડબ્બાઓ જાડાભમ હતા પણ માનવીઓ પાતળા હતા. # સંતાનને માતૃભાષા બોલતાં ન આવડે એનું માબાપને ગૌરવ નહોતું. # નાઈકના જોડા નહોતા પણ માણસ શેરીને નાકે દૂધ લેવા બાઈક પર નહીં, પણ ચાલતો જ જતો. ટૂકમાં, એ જમાનામાં ફોટા ભલે ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ હતા, પણ દોસ્તો, એ જમાનાની યાદો કલરફૂલ છે!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment