Saturday, 3 June 2017
એક સૂચન. વહાલા ભાઈઓ રમજાન ચાલી રહી છે.દરેક ભાઈ પોતાની ઝકાત વહેંચવાની ગણતરી માં હશે.મારી દરેક ભાઈ ને સૂચન છે કે પોતાની ઝકાત વ્યવસ્થિત તરીકા થી વહેંચાય એમ કોશિશ કરે.જેનાથી કોમ/સમાજ પ્રગતિ ના પંથે જાય. આજકાલ એક પ્રથા ચાલે છે કે અનાજ પાણી ભરાય આપવું આનાથી અમુક ફેમિલી ની પ્રગતિ રૂંધાય છે. અને આ લોકો ઝકાત નું અનાજ પાણી ખાય ને આખું વર્ષ બેઠા બેઠા ખાય છે અને ઉલટા ગામ ના અને સમાજ કામો માં આવા લોકો બાંધા રૂપ થાય છે.જેથી જે ફેમિલી માં કામ કરી શકે એવા લોકો હોયતો તેમને કામ કરવાના સાધનો જેમકે મશીનરી, રિકસા, શેરડી મશીન,લારી ગલ્લા જેવા સાધનો વસાવી આપીએ જેથી આ લોકો પોતાના પગપર ઊભા થઈ શકે. તે ઊપરાંત દીની તાલીમ તેમજ દુન્યવિ તાલીમ લેતા વિદ્યાર્થી ઓ પાછળ ખર્ચ કરવો જોઈએ જે આગળ જતા સમાજ માટે ઘણો ઉપયાગી સાબિત થશે.તે ઉપરાંત મેડિકલ,શાદી ખર્ચ માટે ગામે ગામ કમીટી બનાવવી જોઈએ જે આ બાબતો મેનેજ કરે જે કમિટી ને આપરી ઝકાત ની રકમ ના અમુક % આપવા જોઈએ. ઇદરિસ પટેલ સરનારવાલા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment