Tuesday, 10 January 2017
#ભરૂચ ની #જનતા આભાર માને છે #અહમદપટેલ સાહેબ નો... અહમદ પટેલ સાહેબ ના સંનિષ્ઠ પ્રયાસો થી ભરૃચની #નર્મદા નદી ઉપર બ્રિજ તૈયાર થઈ ગયો છે નર્મદા નદી પર ૧૩૪૪ મીટરના ભારતના સૌથી લાંબા એકસ્ટ્રા ડોઝ બ્રિજની કામગીરી એલ એન્ડ ટી દ્વારા પરીપૂર્ણ કરી દેવાઇ છે. નવા વર્ષમાં #દેશની પ્રજાને ને.હા. ૮ ઉપર કતારોથી છૂટકારો મળશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ભરૃચ નર્મદા નદી ઉપર સરદાર બ્રીજની કફોડી હાલત થી ત્રસ્ત #વાહન ચાલકોને ટૂંક સમયમાં રાહત મળશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. નર્મદા નદી ઉપર #રાજ્ય ના પ્રથમ અને #ભારત ના સૌથી લાંબા ૧૩૪૪ મીટરનો એકસ્ટ્રા ડોઝ બ્રીજ રૃા. ૩૭૯ કરોડના ખર્ચે બનાવાનો હતો. જેની કામગીરી સરકાર દ્વારા એલ એન્ડ ટી કંપનીને માર્ચ – ૨૦૧૪ માં સોંપવામાં આવી હતી. જે કામગીરી એલ એન્ડ ટી દ્વારા નિયત સમય મર્યાદામા પરીપૂર્ણ કરતા વર્ષોથી ભરૃચ નદીના બન્ને છેડે જામતી ૨૦ થી ૨૫ કીમી લાંબી કતારો ઇતિહાસ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાય ટોપમાં ૧૦ ટાવર (પાઇલોન) પર ઉભા કરાયેલા આ હાઇટેક કેબલ બ્રિજ ભરૃચ નહીં પણ સમગ્ર રાજ્ય માટે એક નજરાણા રૃપ હશે. હાઇકેટ કેબલ બ્રિજના નિર્માણમાં ૮ હેક્ટર જમીન સંપાદીત કરાઇ હતી. જેમાં ઝાડેશ્વરથી મુદલ ચોકડી વચ્ચે ૬.૫ કિ.મી.ના વિસ્તારમાં બે કુલાય ઓવર ર્સિવસ રોડ અને ૧ ટોલપ્લાઝા ઉભું કરવામાં આવનાર છે. ફોર લેન નવા બ્રીજ ઉપર ૨૪ કલાકમાં ૨૫૦૦૦ વાહનો પસાર થશે. નોંધનિય છે કે ૧૩૪૪ મીટર ૧.૪ કિ.મી.ના કેબલ સ્ટેઇડ (એકસ્ટ્રા ડોઝ) બ્રીજના હાલ મુંબઇથી અમદાવાદ જતા વાહન ચાલકોને વપરાશ કરવા દેવામાં આવશે જ્યારે અમદાવાદ વડોદરાથી મુંબઇ જતા વાહન ચાલકોને નવા જૂના સરદરા બ્રિજને ઉપયોગ કરવાનો રહેશે. નવા બ્રિજના શણગાર માટે આંતરરાષ્ટ્રિય કક્ષાની લાઇટિંગ કરાશેભરૃચના નર્મદા નદી ઉપર નિર્માણ પામેલ ભારતના સૌથી મોટા કેબલ સ્ટેઇડ (એકસ્ટ્રા ડોઝ) બ્રીજની સુંદરતામાં વધારો કરવા માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અન્વયે લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે બ્રીજ હાઇટેક અને આકર્ષણનું કેન્દ્ર બનશે. અંદાજ મુજબ ૪૦૦ ઉપરાંત એલઇડી લાઇટ્સ બ્રીજ ઉપર રાત્રીના આકર્ષણમાં વધારો કરશે. હાઇટેક એકસ્ટ્રા ડોઝ બ્રીઝનની વિશેષતાઓ ૧૩૨૨ મીટરની લંબાઇ ૨૦.૮ મીટર પહોંળાઇ ૧૭.૫ મીટર ફોરલેન રોડ ૩ મીટર ફૂટપાથ (રિવર વ્યુ) ૧૪૪ મીટરની લંબાઇના ૮ સ્પામ ૧૦ વાય શેવના પાઇલોન ૧૮ મીટર ટાવરની ઊંચાઇ અને ઊંડાઇ ૨૪ પીળા કેબલ ૧ સ્પામ પર ૨૧૬ પીળા કેબલ ૯ સ્પામ પર ૨૫ થી ૪૦ મીટર ૧ કેબલની લંબાઇ ૧ પીળા કેબલમાં ૩૧ થી ૫૫ કેબલ (૧૫.૨ એમ.એમ.) ૧૧૦૦ ટન -૧ કેબલની ભાર વહન કરવાની ક્ષમતા ૧૦૦ વર્ષ બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય ૩૭૯ કરોડ બ્રીજનો કુલ ખર્ચ ૫ વર્ષ સુધી એલ એન્ડ ટી દ્વારા મેઇન્ટેનન્નસ ૨૦૧૪ એલ એન્ડ ટીને કોન્ટ્રાક્ટ ૨૦૧૪ માં કામગીરી પ્રારંભ ૬.૫ કિલોમીટરનો ૮ લેન રસ્તો ૨ ફ્લાય ઓવર ૮ લેન (ઝાડેશ્વર – મુલદ) ૪.૨૨૫ કિ.મી. લાંબો ૧ મીટર પહોળો ર્સિવસ રોડ હાઇટેક એકસ્ટ્રા ડોઝ બ્રીજના નિર્માણમાં પ્રિકાસ્ટ પ્રિસ્ટેસ્ડ ટેકનોલોજી કાસ્ટિંગ કોંક્રેડ ગ્રેડ ૫૫ સ્ટીલ કેપીએસ ૧૦૦ હાઇગ્રેડ કેપેસીટી ૧૫૫ ક્ષારને ટાળવા સ્ટીલ કેસિંગ કરાયું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment