Tuesday, 29 May 2012

મહારાષ્ટ્રમાં ૩૭% બાળકો છે માયકાંગલાં

મુંબઈઃ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના પોષણની મહારાષ્ટ્રની સ્થિતિ અન્ય રાજ્ય કરતાં ભલે સારી હશે, પરંતુ રાજ્યમાં ૩૭ ટકા બાળકોનું વજન હોવું જોઈએ તેના કરતાં ઓછું છે. દેશમાં આ વયજૂથમા કુપોષિત છોકરા-છોકરીની ટકાવારી ૪૨.૫ છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ-૩ના આંકડા રજૂ કર્યા હતા. આની સાથે જ આઈસીડીએસનો અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. દેશમાં ૬૪ ટકા છોકરાઓને પૂરક આહાર મળ્યો છે. જોકે પૂરક આહાર મહિનામાં ૨૫ને બદલે ૧૬ દિવસ જ મળ્યો હતો, એવું અહેવાલ જણાવે છે. ૮૭ ટકા બાલવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા છે, જ્યારે ૬૯ ટકા બાલવાડીમાં છોકરાઓનું વજન લેવામાં આવ્યું નહોતું.

-----

પૂરતું પોષણ મળી રહે તે માટે આપવામાં આવતું ભંડોળ (રૂ. લાખમાં)

રાજ્ય ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨

ઉત્તર પ્રદેશ ૮૬,૭૭૮.૦૯ ૧,૩૮,૨૬૭.૦૭ ૧,૩૧,૬૦૦.૧૮

મહારાષ્ટ્ર ૨૦,૩૫૦.૧૨ ૨૦,૩૫૦.૧૨ ૬૬,૭૪૩.૫૬

મધ્ય પ્રદેશ ૨૨,૩૩૯.૦૧ ૩૮,૯૧૭.૬૩ ૫૨,૩૨૨.૭૩

આંધ્ર પ્રદેશ ૩૧,૨૮૫.૦૧ ૧૬,૦૦૩.૭૪ ૪૮,૩૦૭.૩૯

પં. બંગાળ ૧૩,૫૭૭.૦૧ ૩૫,૨૭૪.૦૦ ૩૬,૯૨૬.૪૫

-----

ઓછું વજન ધરાવતાં બાળકો

ક્રમાંક રાજ્ય ટકાવારી

૧ મધ્ય પ્રદેશ ૬૦.૦

૨ ઝારખંડ ૫૬.૫

૩ બિહાર ૫૫.૯

૪ મેઘાલય ૪૮.૮

૫ છત્તીસગઢ ૪૭.૧

No comments:

Post a Comment