Saturday, 7 May 2016

ગયા પરદેશ તે પાછા સગા ક્યાં આવવાના છે? કહી આવું એ દુનિયાને,બધી મિલકત પચાવે છે. ઝકાતો,ફિત્ર,સદ્કહ,વ્યાજની વાતો નકામી છે, અહીંના સજ્જનો સૌ ઝેર પણ પળમાં પચાવે છે. અહીં લોકોના કરતૂતો નિહાળી કહ્યું શેતાને, મને આ ગામના લોકો બધી વાતે હંફાવે છે. યતીમો,બેવાના વીંઘા વેચી ખાતો રહ્યો સદ।,છતાં એ ચોર પોતાને વલીઓમાં ખપાવે છે. ઘણા એવા યે લોકો છે કે જેના ડંખની આગળ,ભયંકર નાગ ને અજગર પોતાના સર ઝુકાવે છે. અગર ધોળા દિવસમાં કાળો સોદો થઇ ના શક્યો તો મહાશય , રાતે આવી ને ય દરવાજા ખટ ખટ।વે છે. દલાલી બે ટકા લેવાની લાલચમાં દલાલો સૌ,કબર માટેની જગ્યા પણ એ વેચે વેચાવે છે. અહીં પથ્થર મેં ખોસ્યો છે,નથી ખસવાનો અહિયાંથી,ભલેને સો વરસ જુનો એ દસ્તાવેજ લાવે છે. કહ્યું ઇબ્લીસે ચેલ।ઓને હવે ચાલો આ વસ્તીથી,અહીં તો આપણા કામો લોકો પણ પતાવે છે. તમે જો સાંભળો બેદાર તો ના આશ્ચર્ય કરજો,કે અહીંના લોક જીવતાને મરેલામાં ખપાવે છે. જમીનો તો શું?હવે ચોરીને ગઝલો, લોક બીજાની,બધે બધી જાત પોતાની એ શાયરમાં ખપાવે છે.

No comments:

Post a Comment