Thursday, 9 August 2012

દરેક ખુશી છે અહિ NRI લોકો પાસે
પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી
પારકા ઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી
દિલ છ ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી.....

જીવનની કોઇએ મને
ટુંકી વ્યાખ્યા પુછી કે
જીવન શું છે વળી ?

મેં કહ્યું બસ બધાને
ખુશ રાખીને જે પોતે
જીવી જાય એ જીવન

ક્રોધ પ્રેમનો અને વિનય નો નાશ કરે છે.દાવાનળ કરતાં ક્રોધ વધુ બાળનાર છે.
અભિમાન નરકનું દ્ધાર
છે.

બધી જ મહાન ભૂલોના
પાયામાં અહંકાર હોય છે. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે , પણ તમારું તો પતન જ
કરે.

મોટા માણસના અભિમાન કરતાં
નાના માણસની ક્ષદ્ધા ધાયુઁ કામ કરી જય છે.

કોઈ પણ હાલતમાં પોતાની
શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે
છે.

અભિમાનની માણસને કદી સાચા
મિત્રો હોતા નથી. જયારે તેઓ તવંગર હોય છે, ત્યારે
તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે
તેઓ વિપતિમાં , ત્યારે તેમને કોઈ ઓળખતું
નથી

નસીબ અને પરિસ્થિતિ પર રડનારા
જીવન-સંગ્રામમાં હારી જાય છે, બત્રીસ તારો તરનારો પણ ઢીચણસમા પાણીમાં ડૂબી ગયેલો
સાંભળ્યો છે.

બોલીને જીતનાર કરતાં
બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.

નમ્રતા એ સર્વોચ્ચ સદગુણ છે. માણસ
પાસે ધન, સત્તા, રૂપ, મોભો, વગેરે હોય પણ જો નમ્રતા ન હોય તો એ બધાં નકામાં
છે.

સાચી ધાર્મીક્તા તો આપણી
ચારે તરફ દીન, દુઃખી અને લાચાર માણસોને યથાશક્તિ સહાયક થવામાં રહેલી છે.

કેટલું લાંબું જીવવું
એ ઇશ્વરના હાથની વાત છે, પણ કેટલું ઉમદા અને ભલું જીવવું એ આપણા હાથની
વાત છે.

સત્કર્મની પેઢી કદી
દેવાળું કાઢતી નથી.

હિંમત એટલે શું? એનો અર્થ જ એ કે
પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.

લક્ષ્યને જ પોતાનું
જીવન-કાર્ય સમજો. દરેક ક્ષણે એનું જ ચિંતન કરો, તેનાં જ સ્વપ્નો જુઓ અને તેને સહારે
જીવો.

No comments:

Post a Comment