નમસ્કાર,
કોંગ્રેસ ની વિચારધારા ની સહમત અને કોંગ્રેસ પરિવાર ના તમામ મિત્રો ને મારા સાદર પ્રણામ, ૨૦૧૨ ની વિધાનસભા ની ચુંટણી માં કોંગ્રેસ ના કાર્યકરો ની મહેનત અને લગન ખુબ જ હતી પણ તેમાં થોડા ઘણા અંશે આપણે સફળ થયા છીએ, પરંતુ ફેબ્રુઆરી - ૨૦૧૩ માં આવનાર ગ્રામીણ સ્વરાજ ની ચુંટણી માં આપ સહુ નો સહકાર ની જરૂર છે, અને આપના સાથ સહકાર થી ગુજરાત ની જનતા ની સેવા કરવા માટે નો અવસર આવી રહ્યો છે. આપણી રહી ગયેલી ગત ચુંટણી માં કચાસ ને આ ચુંટણી માં પૂરી કરી ને કોંગ્રેસ ને દરેક બુથ અને ગ્રામ્ય વિસ્તાર ઉપર ભારી બહુમતી થી વિજય આપવશો તેવી અપેક્ષા છે, કોંગ્રેસ ની ઉમદા વિચારધારા ને દરેક વ્યક્તિ સુધી પોહ્ચાડવી એ આપણા સહુ ની જવાબદારી અને ફરજ છે, તો આપ સહુ ફરી એક વખત ખુબ જ મહેનત પૂર્વક અને કોંગ્રેસ ની વિચારધારા ને વળગી ને ફરી એક વખત કોંગ્રેસ પક્ષ ને સાથ આપશો તેવી અપેક્ષા છે. સમય ખુબ ઓછો છે અને કાર્ય વધારે છે, મતભેદ દરેક પરિવાર માં હોય છે, પણ ક્યારેય એ ને મતભેદ ને મનભેદ સુધી ના પોચવા દેશો તેવી પણ આપને નમ્ર અપીલ છે, તો ચાલો ફરી એક વાર આપણે સમર્પિત થઇ એ કોંગ્રેસ અને ગુજરાત ની પ્રજા ની સેવા માં.
શમા કો જલના બી હોગા ઔર જલ કર ઉજલા ફેલાના બી હોગા...
કર ફૈસલા તું સચ્ચે દિલ સે આસમાન તક પોહ્ચનેકા..
એક ના એક દિન આસમાન કો તેરે સામને જુકાના બી હોગા..
જય ભારત.. જય ગરવી ગુજરાત.. જય કોંગ્રેસ..
No comments:
Post a Comment